My Blog List

Thursday, June 17, 2010

ASSAL BHATIYO




ASSAL BHATIYO....PAAGHDEE MUJEE SHAAN....,PAAGHDEE MUJEE KHUMAARI...VATT PAYE TO BHALAA....KHAMMA....આ રહ્યો ભૂતકાળ લે!
ગમે તો પંપાળ, લે!

ચાવી નથી ઘડીયાળની
થીજી ગયો આ કાળ, લે!

કરોળિયો સંબંધનો
મૂકી ગયો જંજાળ, લે!

બર્ફીલા પ્હાડો યાદનાં
ભીંજવશે -ઓગાળ, લે!

નીકળ્યા ખુદની શોધમાં,
મળી ખુદાની ભાળ, લે!.BHATIA COMMUNITY MISSION FOUNDATION-શના કુંભારના હસ્તે હકીકતમાં ઘડાયો છું
ઘરોબો થઈ ગયો એવો ચકરડામાં ફસાયો છું

મૂકી’તી ઢીલ ખાસી તો’યે લાધ્યો હાથ ના છેડો
યથાવત એ જ ફીરકામાં વળી પાછો વીંટાયો છું

બજવણી થઈ ન’તી આરોપનામાની હજી તો’યે
હુકમનામાની ગફલતમાં શૂળી પર હું ચઢાયો છું

કહી દે દોષ એમાં કઈ હતો મારો કશો સૃષ્ટા
જીવે છે મોજથી કુંતી રહ્યો હું તો નમાયો છું.

ચલોને એ રીતે પણ થઈ ગયો કૃતજ્ઞ છુ યારો
ઉછેર્યો લાડથી એ કર વડે ઈદે કપાયો છું.

લખ્યું’તુ નામ કેવળ મ્યાન પર કો’કે વલી મોહમ્મદ
સનત જોષીના હસ્તે એ જ તલવારે હણાયો છું

પડોશીના સમાગમમા કદાચે થાય પણ આવું
નગરનોંધે સમાવું’તું મરણનોંધે છપાયો છું.-BHATIA COMMUNITY MISSION FOUNDATION ...-લે કાળ ! તને સંતોષ થશે, હું તારે ઈશારે ચાલું છું,
જીવનની સફર પૂરી કરવા તલવારની ધારે ચાલું છું.

ચોમેરથી થપ્પડ મારે છે તોફાનનાં ધસમસતાં મોજાં,
લોકોની નજર તો નીરખે છે, હું શાંત કિનારે ચાલું છું.

ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ,
કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું.

છે નામનો ગૃહસ્થાશ્રમ પણ ઠરવાનો વિસામો ક્યાંય નથી,
જ્યાં થાક જીવનને લાગે છે, હું તેમ વધારે ચાલું છું.

થાકીને ઢળી જ્યાં દેહ પડે, બસ ત્યાં જ હશે મંઝિલ મારી,
એથી જ હું નિજને થકવું છું, બસ એ જ વિચારે ચાલું છું.

સંકટ ને વિપદના સંજોગો ! વંટોળ ને આંધીનાં દૃષ્યો !
સોગંદથી કહેજો હું તમથી ગભરાઈને ક્યારે ચાલું છું ?

ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ ! ઓ આકાશે ફરનારાઓ !
આ ધરતી પર ચાલી તો જુઓ, જ્યાં સાંજ સવારે ચાલું છું !

વ્હેતી આ સરિતા જીવનની, સુખ–દુઃખ એના બે કાંઠાઓ,
લઈ જાય છે મારું ભાગ્ય ‘ગની’, હું એક કિનારે ચાલું છું.કેડી અજાણ માંડે ચરણ-વનરાજી, સુગંધ, ટહુકા,હરણ..
ભટકુ હું વન સકળ , ને પછી મારામાં આખું વન ભટકે!

વર્ષા, મિલન બે ઘડી ને પછી યુગથી શુષ્ક જીવન,
જીદે ચઢે સ્મૃતિ, આ મન, ને નયનમાં સાવન ભટકે!

જમુના તટ, ડાળ કદંબ ને ઓલ્યાં વાંસલડીના સૂર,
મોહનની ભાળમાં વ્યાકુળ પવન, આખુંયે વૃંદાવન ભટકે!

ઘટના ઘટી એક ક્ષણ ને ફર્યા સૌ નકશા ને ઇતિહાસ,
જણવા ફરી એ ક્ષણ હવે ગગન -ત્રિભુવન ભટકે!

મદ સુ ઝરે કંઇ મસ્તકે ને ટપકે ગેબી ગઝલ,
ઝીલવાં અવાક અક્ષરો અહી કેટલાં કવન ભટકે!

-ગુરુદત્ત ઠક્કર.મોરને છોડીને ટહુકા ક્યાં જશે ?
આ ધરાથી દૂર દરિયા ક્યાં જશે ?

શ્વાસના સામીપ્યમાં તો કૈંક છે.
શબ્દથી અકબંધ રેખા ક્યાં જશે ?

ક્ષુબ્ધ ઘટના ચોતરફથી ઘૂઘવે,
હાથમાં મેંદીની છાયા ક્યાં જશે ?

હું પરિચિત ભીંતમાં ડૂબી શકું,
ભાગ્યના ખંડેર પડઘા ક્યાં જશે ?

લ્યો, હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,
પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે ?

-અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.

‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.

શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી-નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.

ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ.

-BHATIA COMMUNITY MISSION FONDATION-જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.-

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.

ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.

ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.

- ખલીલ ધનતેજવી


બીજું કોઈ દર્દ નથી દુનિયાનું આવું અસહ્ય,
પ્રેમનાં વિરહમાં રહ્યું છે કેવું રહસ્ય…

આંસુનો સ્વાદ પણ આજે મધમીઠો લાગ્યો,
તારી યાદે પાણી બની આંખોનો રસ્તો માપ્યો…

દિલના કોઇ ખુણે બાઝ્યાં છે યાદોનાં બાવાજાળાં,
મોકો મળતાં મનને ઘેરે લાગણીઓનાં અટકચાળાં…

હમણાં રડતું-રડતાં હસતું બધું નિરસ લાગે,
તસ્વિર તારી ફરીને જોતાં મળવાની તરસ જાગે…

આજે તને રસ્તે જોઇ પગ આગળ વધ્યાં,
ઉર્મિઓનાં વાવાઝોડામાં મનના મેરું ડગ્યાં…

આંખો મળી-મન ફફડ્યું-હ્રદય ધબકારો ચુક્યું,
ઢીલું પડેલું તન ત્યારે માંડ જમીન પર ટક્યું…

આંખો તે ફેરવી લેતાં દિલ નિસ્તેજ થતું લાગ્યું,
જાણે જખ્મી શરીર પર વજ્ર જેવું કંઇક વાગ્યું…

મન કરે એકવાર તને જોરથી જકડિ લઉં,
કાઢી નાખું દર્દ બધું દિલફાટ રડી દઉં…

તને ભુલી જઇશ એવું મનથી મક્કમ કરી નાખ્યું,
યાદોનાં અજર દેહને દિલમાં અગ્નિદાન આપ્યું…

અગ્નિદાહની અસ્થિઓ હવે વિસર્જનનો હક્ક માંગે,
લોહીમાં વિસર્જિત અસ્થિઓ શરીરમાં બેધડક ભાગે…

- ચિન્મય જોષી.


દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો
એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,
દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે .. દૂધને માટે રોતાં બાળક

ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત
મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત
સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત
તું રડતે તો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત
પણ તારા દુર્ભાગ્ય હશે કે જન્મ લીધો તેં આ ઘરમાં
ફેર નથી જે ઘરમાં ઇન્સાન અને જડ પથ્થરમાં … દૂધને માટે રોતાં બાળક

હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે
મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે
આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે
મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે
વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર
મોંઘામૂલા એ મોતીનો ગેરઉપયોગ લગાર ન કર … દૂધને માટે રોતાં બાળક

તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે
શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે
એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા
લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા … દૂધને માટે રોતાં બાળક

ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં
ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં
આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની
ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની
આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,
ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને… દૂધને માટે રોતાં

- શૂન્ય પાલનપુરી


મારે વેચવું એક એવું ફૂલ જે છે કરોડોનું,
નોંધી લો માહિતી એની,હોય જો ખરીદવાનું,
રહેંઠાણ ડાયરીના ત્રિસમે પત્તે,ગામ સંવેદનાનું!
લાગણીભીડ અનુભવી મારે ક્યાં લગી વેઠવાનું..

એક નમણીનાં હાથે ભેંટ મળેલું,
એનો પ્રેમ સમજી દિલમાં શણગારેલું,
પછી એની નફરતની આગમાં જલેલું!
એકતરફા પ્રેમમાં વર્ષો કરમાયેલું..

બેજાન પત્તિયોને એની રોજ આંસુઓથી સિંચ્યું,
ખઠમિઠ્ઠી યાદોની ખુશનુમા હવા મળતાં ફળ્યું,
ખાતર તો ઊંચી જાતનું લાગણિયોનું ભળ્યું!
તરોતાજા થયું ફરી જ્યારે મન-ઉપવનમાં રોપ્યું..

એના રહેતાં દિલના ઘરમાં બીજું કોઇ ના આવે,
મારા દિલના દરવાજા પર હવે કોઇ દસ્તક મારે,
આવકારી દિલમાં જ્યારે એને તો ફુલ કાંટા બતાવે!
ધરમાં કાયમનું રહેવાસી છે એ એવું મને મનાવે..

રોજ એનાં પંખડીયોથી યાદ તાજી રહે,
દિલમાં ફરતું લોહી મને રોજ આવી કહે,
ફુલ કરે દાદાગિરી કાયમ એ હવે નહિ સહે!
કાઢો ફુલને બહાર એ વિના દિલમાં એ ના વહે..

આપીશ હું ભાડેપટ્ટે પણ જો સિખવો હોય તમારે પાઠ,
કોઇ ફુલ લેવું નહિ એવું જેને હોય પ્રેમ સંગ સાંઠગાંઠ,
પાછું આપજો ફુલ મને જો હોઉ હયાત ઉમ્મરે એક્સો-આંઠ!
ગુલાબનું ફુલ છે લાલ એવું! બરકરાર હજી એનો ઠાઠ..

પાછું લઇ લે ફુલ ઓ નમણી! કાણી કોડીયે એ તારું,
ડાયરીમાં મે સાચવી રાખ્યું એવું જતનથી સારું,
અસ્સલ માલિકને મળ્યું ફરિ એમ કહી દિલ ઠારું!
કોઇ તો આવશે લેવા નહિતર અનજાનું-અણધારું..

- ચિન્મય જોષી


એક હતો નથુરામ અને બીજો સાવરકર,
પ્રણ લીધું અખંડ ભારતનું એમ રહ્યા અમર..

આજ સુધી એમની આત્માઓ મોક્ષ માટે ઝંખે,
ભાષાવાદી નાગ-”રાજો” દરરોજ એમને ડંખે..

જે ધરતી પર આવા સ્વપ્નદ્રષ્ટા અવતર્યાં,
કમનસીબે હવે વિઘટનકારી-”રાજ” તરવર્યાં..

એ ધરતી-પુત્રો આજે ભારત-પુત્રો ને મારે,
ભાષાવાદથી રાજનિતીની મેલી દુકાનો તારે..

એવું કહેતાં ગર્વથી ફરે-વોટ અમને આપો,
ભાષા અને સંસ્ક્રુતિ નો હું જ એક રખવાળો!!

અખંડ ભારત દુર રહ્યું,હયાત ભારત તોડી પાડો,
ભૈયો-સિંધો-મલ્લાઓ ને મુંબઇમાં થી જ કાઢો..

મુંબઇકર કહે “રાજ”-કર્તો અમારો એકદમ છે સાચો,
અમારા જેવાં ગુજરાતી-મરાઠી ની વ્યથા પણ તમે વાંચો..

રહેતા પેઢીઓથી અહિં-ગળથૂંથી ગુજરાતી-ગુર્જરી જ વતન,
જો કોઇ ધરતી-પુત્ર મારે અમને તો ખુશ થશે તમારું મન??

ભાગલા પાડો-રાજ કરો ની નિતી બહુ પુરાની છે,
આ નિતી એ ભારતમા ને સદિયો ગુલામી આપી છે..

જેમણે વાપરી આ નિતી તે આજ બદનામિ ભોગવે છે,
સદભાવી ને આખરે તો સકળ લોક-જન વંદે છે..

ધર્મ-જાતિ પર કર્યાં ટુકડાં ત્યાં સુધી તો ઠીક,
ભાષાવાદને છંછેડશો હવે તો નિકળી જશે ચીંખ..

-ચિન્મય જોષી.


Prominent Personalities
Sundarji Sodagar
* Parshottam Dhanji
* Khimji Ramdas
* Gokaldas Bambhadai
* Gokuldas Khimji
* Gokuldas Tejpal
* Gokuldas Hansraj
* Virji Narayandas Purecha
* Ratansinh Purshottam
* Purshottam Toprani
* Jay Krishna Inderjeet
* Freedom Fighter Gopaldas M.Purecha, Son of Mavji Virji Purecha
NRI Personalities * Late Dhanji Morarji Sibica -Jesrani
* Late Khimji Ramdas (Sultanate of Oman)
* Late Gokaldas Khimji (Sultanate of Oman)
* Late Matharadas Khimji. (Sultanate of Oman)
* Late Dharmshi Nenshi Toprani. (Sultanate of Oman)
* Late Haridas Nenshi Toprani. (Sultanate of Oman)
* Late Ratanshi Khimji (Sultanate of Oman)
* Late Naranji Hirji (Sultanate of Oman)
* Kanaksinh Gokuldas Khimji. (Sultanate of Oman)
* Ajit Khimji. (Sultanate of Oman)
* Gulbshi Ratanshi. (Sultanate of Oman)
* Chandubhai Matani (UK)
*Virji Narayandas Purecha ( Mozambique - South Africa)... * Damodar Anandji ( Mozambique South Africa)....


* Late Khimji Ramdas (Sultanate of Oman)
*Kanaksinh Khimji.
* Late Gokaldas Khimji (Sultanate of Oman)
* Late Matharadas Khimji. (Sultanate of Oman)
* Late Dharmshi Nenshi Toprani. (Sultanate of Oman)
* Late Haridas Nenshi Toprani. (Sultanate of Oman)
* Late Ratanshi Khimji (Sultanate of Oman)
* Late Naranji Hirji (Sultanate of Oman)
*Late virji Narayandas Purecha (Mozambiqe)
*Late Keshvji Dhanji Morarji Jesrani (SIBICA) OMAN